શિક્ષણ:વર્ષના અંત સુધીમાં કોર્સ પૂરો કરવા સ્કૂલોને ટાર્ગેટ, સ્કૂલોએ જેટલો કોર્સ પૂરો થયો તેની પરીક્ષા લીધી

By Abhishek Raghuvanshi
1 Min Read

ધો.9થી 12માં કોર્સ કાપ મુકાયા બાદ સ્કૂલોને છ માસિક પરીક્ષાના કોર્સની સ્પષ્ટતા ન હોવાથી સ્કૂલોએ છ માસિક પરીક્ષા સ્કૂલના પૂરા થયેલા કોર્સને આધારે લીધી હતી. જો કે વર્ષ પૂરું થતા સમગ્ર કોર્સ પૂરો કરી દેવાશે. સંચાલકોના મતે બોર્ડ દ્વારા છ માસિક પરીક્ષા માટેના કોર્સની વિગતો મોકલાઇ નથી. તેથી સ્કૂલોએ પોતાના પૂરા થયેલા પ્રકરણોને આધારે જ પરીક્ષાનું આયોજન કર્યું હતું.

સરકાર દ્વારા દરેક સ્કૂલમાં એકમ કસોટીનું આયોજન કરાતું હતું. એકમ કસોટી અગાઉ કોર્ષની વિગતો જાહેર કરવામાં આવતી હતી, પરંતુ છ માસિક પરીક્ષા માટે કોર્સની કોઇ માહિતી સ્કૂલોને મળી ન હોવાનું સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું. ઓનલાઇન જે સબ્જેક્ટનો જેટલો કોર્સ ચાલ્યો હોય તેટલા કોર્સની પરીક્ષા લેવાઇ.

વેકેશન બાદ કોર્સ ઝડપી ચાલશે
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, છ માસિક પરીક્ષા માટે કેટલો કોર્સ પૂરો કરવો તેની જાહેરાત ન કરાતાં સંચાલકોએ શિક્ષકો સાથે મળીને હાલના કોર્સનો 50 ટકા કોર્સ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો. હવે સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે કોર્સ ઝડપી ચાલશે

Exit mobile version