ખેડૂત આંદોલન LIVE:ખેડૂતોનો સિંધુ બોર્ડર પર અડગ રહેવાનો નિર્ણય, દરરોજ 11 વાગ્યે આગળની રણનીતિ નક્કી કરશે

By Abhishek Raghuvanshi
3 Min Read
પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના હજારો ખેડૂત દિલ્હીની સિંધુ બોર્ડર પર ભેગા થયા છે.


ખેતી સાથે જોડાયેલા કાયદા વિરુદ્ધ હજારો ખેડૂત દિલ્હીની સિંધુ બોર્ડર પર ભેગા થયા છે. કેન્દ્ર સરકાર તરફથી વાતચીત કરવાનો પ્રસ્તાવ હોવા છતા તેમનો વિરોધ ચાલું છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે તે સિંધુ બોર્ડર પર જ પોતાનો વિરોધ ચાલું રાખશે અને ક્યાંય નહીં જાય. એ પણ નક્કી કરાયું છે કે દરરોજ સવારે 11 વાગ્યે આગળની રણનીતિ નક્કી કરાશે.

ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર સિક્યોરિટી ફોર્સ તહેનાત છે.

ખેડૂતોના જમાવડાને ધ્યાનમાં રાખતા દિલ્હી-હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં સિક્યોરિટી ફોર્સ તહેનાત છે. શનિવારે સાંજે આંદોલનકારીઓએ હાઈવે પર તંબૂ લગાવવાનું શરૂ કરી દીધું. સાથે જ પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતોનું પણ આવવાનું ચાલું રહ્યું.

યુપીના ડેપ્યુટી સીએમએ કહ્યું- ખેડૂતોનું પ્રદર્શન કોંગ્રેસનું કાવતરુ
ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે ખેડૂતોને તેમનો વિરોધ પાછો લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ આંદોલન કોંગ્રેસનું રચેલું કાવતરું છે.
એક ખેડૂતનો દીકરો હોવાના સંબંધે, હું દેશ અને ઉત્તરપ્રદેશના ખેડૂતોને કહેવા માંગું છું કે કોંગ્રેસ તમારી ભાવનાઓ સાથે રમત કરી રહી છે.

વાતચીતના પ્રસ્તાવ અંગે આજે નિર્ણય લેશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, સરકાર વાતચીત માટે નક્કી દિવસ 3 ડિસેમ્બરથી પહેલા પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે અપીલ કરી હતી કે ખેડૂત દિલ્હીના બહારના વિસ્તાર બુરાડીમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, સરકારને ખુલ્લા દિલે આગળ આવવું જોઈએ, શરતો સાથે નહીં.

- Advertisement -

ભારતીય કિસાન યૂનિયનના પંજાબ પ્રેસિડન્ટ જગજીત સિંહે કહ્યું કે, અમે રવિવારે સવારે મીટિંગ પછી આ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય લેશું. અમિત શાહે શરત રાખીને ઝડપથી બેઠક કરવાની અપીલ કરી છે.આ સારુ નછી. તેમને કોઈ પણ પ્રકારની શરત વગર ખુલ્લા દિલથી વાતચીત રજુ કરવી જોઈએ. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ રામલીલા મેદાન થાય છે. તો પછી અમારે ખાનગી જગ્યા નિરંકારી ભવનમાં શા માટે જવું જોઈએ? અમે આજે અહીંયા જ રહીશું

હાઈવે પર મિની પંજાબ વસ્યું

ખેડૂતોની માર્ચમાં સામેલ મહિલાઓએ જમવાનું બનાવવાની જવાબદારી લીધી છે

ખેડૂત આંદોલનનું કારણ હાઈવેનો નજારો મિની પંજાબ જેવો થઈ ગયો છે. ટ્રોલિઓનું જ ખેડૂતોએ ઘર બનાવી લીધું છે. અહીંયા જમવાનું બની રહ્યું છે તો અહીંયા જ નાહવા ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઠેર ઠેર લંગર લાગ્યા છે. ઘરના લોકો ધરણા પર બેઠા છે. જમવાનું બનાવનાર જમવાનું બનાવી રહ્યાં છે. બધાને અલગ અલગ જવાબદારી સોંપી દેવાઈ છે.

આંદોલન કરનાર ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ખેડૂતોને ટ્રેક્ટર-ટ્રોલીને જ પોતાનું ઘર બનાવી લીધું છે.
Exit mobile version