અહેમદ પટેલની અંતિમ સફર LIVE:અહેમદ પટેલનો પાર્થિન દેહ વતન પિરામણ પહોંચ્યો, રાહુલ ગાંધી હાજર, રાજકીય નેતાઓ અને લોકો અંતિમ દર્શન માટે ઉમટ્યા

By Abhishek Raghuvanshi
6 Min Read
અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પિરામણ લઇ જવાયો
  • અહેમદ પટેલના પાર્થિવ દેહને થોડીવારમાં હોસ્પિટલમાંથી સીધા કબ્રસ્તાનમાં લઇ જવાશે, નમાઝ બાદ અંતિમ વિધિ થશે
  • કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને પ્રવેશ મળશે
  • સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવશે
  • કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર સહિતના નેતાઓ પિરામણ પહોંચ્યા

દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. અહેમદ પટેલના પાર્થિવ દેહને લઇને એમ્બ્યુલન્સ તેમના વતન પિરામણ જવા રવાના થઇ ગઇ છે. જ્યાં તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. જેમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ ગામ પહોંચ્યા છે. આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા છે.

રાહુલ ગાંધી પિરામણ ગામમાં પહોંચ્યા
અહેમદ પટેલના અંતિમ દર્શન માટે રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને લોકો ઉમટ્યા

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ પહોંચ્યા
હાલ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવિડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પિરામણ ગામમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા છે.

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ પહોંચ્યા

રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ જવા રવાના
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચથી અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપવા આજે દિલ્હીથી ચાર્ટડ પ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી રાહુલ ગાંધી ઇનોવા કારમાં સવાર સવાર થઈને પિરામણ ગામ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી સ્વર્ગવાસ પામેલા અહેમદ પટેલની દફનવિધિમાં હાજર રહેવાના છે. જ્યાં સુરત એરપોર્ટથી સીધા તેઓ બાયરોડ પિરામણ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીના આગમનના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાંતવ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ એરપોર્ટ પોહચ્યા હતા.

શંકરસિંહ પિરામણ ગામમાં પહોંચ્યા

કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને પ્રવેશ મળશે
અહેમદ પટેલના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુમાંથી હોસ્પિટલમાંથી સીધા કબ્રસ્તાનમાં લઇ જવાશે, જ્યાં નમાઝ બાદ અદા કર્યાં બાદ અંતિમ વિધિ થશે. જોકે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જોકે પિરામણ ગામમાં રાજકીય નેતાઓ અને લોકોનો જમાવડો શરૂ થઇ ગયો છે. બીજી તરફ અંકલેશ્વરના વેપારીઓએ આજે સ્વંયભૂ બંધ પાળ્યો છે.

- Advertisement -
રાજકીય નેતાઓ અને લોકો પિરામણ પહોંચવાની શરૂઆત થઇ ગઇ છે

પિરામણ ગામમાં દફનવિધિ માટે કબરની તૈયારીઓ પૂર્ણ
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પિરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવનાર છે. જ્યાં પિરામણ ગામમાં કબરની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડોદરાથી એમ્બ્યુલન્સમાં પાર્થિવ દેહને અંકલેશ્વર લઇ જવાયો

અહેમદ પટેલના પાર્થિવ દેહને ચાર્ટડ પ્લેનમાં દિલ્હીથી વડોદરા એરપોર્ટ ખાતે લવાયો હતો
અહેમદ પટેલના પાર્થિવ દેહને વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે બુધવારે રાત્રે દિલ્હીથી 8 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે લવાયો હતો. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધનાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ,જીલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, ,પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત કાઉન્સિલર, કોંગ્રેસના અગ્રણી નેતા મૌલિન વૈષ્ણવ, અનુજ પટેલ, કાઉન્સિલરો ,સેવાદળ સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરોએ હાજર રહી અહેમદ પટેલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.

અહેમદ પટેલની આજે તેમના વતન પિરામણ ગામમાં દફનવિધિ

આજે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ
તેઓના દેહને પીરામણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફતે વડોદરા એરપોર્ટ ખાતેથી અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને આજે સવારે 10:30 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ માં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ બહાર લોકોનો જમાવડો

સજ્જ સેવાદળની ટીમે બ્યુગલ વગાડી અહેમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
હરણી એરપોર્ટ પર સફેદ પોષકમાં સજ્જ સેવાદળની ટીમે બ્યુગલ વગાડી અહેમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેમદભાઇને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતભરમાંથી કોગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં વડોદરા હરણી વિમાની મથકે આવી પહોંચ્યા હતા.

Exit mobile version