શેરબજાર:બજારની નવા વર્ષની ગિફ્ટ, નિફ્ટી 14 હજારને પાર, સેન્સેક્સ પણ રેકોર્ડ હાઇ; HDFC, ICICI બેન્કના શેર વધ્યા

By Abhishek Raghuvanshi
3 Min Read

વર્ષના અંતિમ કારોબારી દિવસે નિફ્ટી પ્રથમ વખત 14 હજારના સ્તરને વટાવી ગયો છે. આ પહેલાં 24 નવેમ્બરે ઈન્ડેક્સે 13,055ના સ્તરને વટાવ્યું હતું. નિફ્ટી માર્ચના નીચલા સ્તરથી 84 ટકા પર કારોબાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે નિફ્ટી 23 માર્ચે 13 ટકા ઘટીને 7610ના સ્તર પર બંધ થઈ હતી.

ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 39 અંક વધીને 47,785 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 3.6 અંક વધીને 13,985 પર કારોબાર કરી રહી છે. સેન્સેક્સ પર HDFC, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, લાર્સન, સન ફાર્મા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. HDFC 1.51 ટકા વધી 2555.00 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 1.11 ટકા વધીને 534.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ટીસીએસ, પાવર ગ્રિડ કોર્પ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.21 ટકા ઘટી 5290.60 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 0.86 ટકા ઘટી 619.60 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પણ રેકોર્ડ હાઇ પર
બીજી તરફ, સેન્સેક્સ પણ 101.24 અંક વધી 47,847.46ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ડેક્સ ઈન્ટ્રાડેમાં 47,865.65ના ઉચ્ચતમ સ્તરે પણ પહોંચ્યો છે. આ ઈન્ડેક્સનું ઓલટાઈમ હાઈ લેવલ છે. ઈન્ડેક્સમાં બજાજ, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક અને રિલાયન્સના શેર વધારાને લીડ કરી રહ્યા છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 188.33 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

એશિયાઈ બજારોમાં પણ ખરીદી
આજે એશિયાઈ બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 121 અંક(0.45 ટકા)ના વધારા સાથે 27,269 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 28 અંક વધી 3442 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 123 અંક (0.45 ટકા) ઘટી 27,444 પર બંધ થયો છે.

- Advertisement -

અમેરિકાનાં બજારોમાં વધારો
બુધવારે વર્ષના અંતિમ કારોબારી દિવસે અમેરિકાનાં બજારોમાં તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.24 ટકાના ઘટાડા સાથે 73 અંક વધી 30,409 પર બંધ થયો હતો. આ રીતે S&P 500 ઈન્ડેક્સ 5 અંક વધી 3732 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ 19 અંક વધારા સાથે 12870 પર બંધ થયો હતો.

યુરોપના બજારમાં જોરદાર ખરીદી
ગઈકાલે યુરોપના બજારોમાં ખાસ કરીને બ્રિટનમાં રોકાણકારોએ જોરદાર શેર વેચ્યા છે. FTSE ઈન્ડેક્સ 46 અંક(0.71 ટકા)ના ઘટાડા સાથે 6555 પર બંધ થયો હતો. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 12(0.22 ટકા) ઘટી 5599 પર બંધ થયો હતો. આ સિવાય જર્મનીનો DAX ઈન્ડેક્સ પણ 42 અંક(0.31 ટકા)ના ઘટાડા સાથે 13718ના સ્તર પર બંધ થયો હતો.

Exit mobile version