વેક્સિન માટે રજિસ્ટ્રેશન:અમદાવાદીઓ હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે, નામ-સરનામું સહિત તમામ વિગતો ભરવાની રહેશે

By Abhishek Raghuvanshi
3 Min Read
AMCની વેબસાઇટ પર ફોર્મની એક લિંક આપવામાં આવી છે.

જે લોકો સર્વે કરવા આવેલા કોર્પોરેશનના કર્મચારીઓને માહિતી નથી આપી શક્યા તેઓ જ ઓનલાઇન નોંધણી કરાવી શકશે

કોરોના વેક્સિનને લઈ રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લામાં સર્વેની કામગીરી મહદંશે પૂરી થઈ ગઈ છે. કોરોનાની વેક્સિન આવે ત્યારે તમામ લોકોને એ મળે એવી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. હવે અમદાવાદી કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર વેક્સિન સર્વે ફોર્મ મૂકવામાં આવ્યું છે, જેમાં ઓનલાઇન ફોર્મ ભરી માહિતી કોર્પોરેશનને આપવાની રહેશે. જેઓ સર્વે કરવા આવેલા કોર્પોરેશનના કર્મચારીઓને માહિતી નથી આપી શક્યા તેઓ જ ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી સર્વેની કામગીરી કરવામાં આવી.

AMCની વેબસાઈટ પર ફોર્મની એક લિંક આપવામાં આવી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/portal/index.jsp પર વેક્સિન સર્વે ફોર્મની એક લિંક આપવામાં આવી છે, જેના પર ક્લિક કરતાં ઓનલાઇન કોવિડ-19 વેક્સિન રજિસ્ટ્રેશનનું ફોર્મ ખૂલશે, જેમાં NEXT પર ક્લિક કરતાં કોવિડ-19 વેક્સિન અંગે કોર્પોરેશનના હેલ્થ વિભાગને તમે માહિતી આપી છે કે નહીં એમ પૂછશે. એમાં YES પર ક્લિક કરશો તો માહિતી સબમિટ થઈ જશે. NO પર ક્લિક કરશો તો નામ, સરનામું, પોસ્ટલ કોડ, ઉંમર, જાતિ, આઈડી પ્રૂફ, તેનો નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર તેમજ કઈ કઈ બીમારી છે એ અંગેની તમામ માહિતી ભરવાની રહેશે, જે સબમિટ કર્યા બાદ વેક્સિનના ફોર્મમાં તમારી નોંધણી થઈ જશે.

50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ
અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી સર્વેની કામગીરી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 48 વોર્ડમાં દરેક મતદાન મથક મુજબ મતદારયાદી પ્રમાણે સર્વે કરવામાં આવ્યો છે. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લાખ લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલસ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ ચાલી રહ્યું છે તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

- Advertisement -
Exit mobile version