વરસાદ:વાલોડમાં કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી

By Abhishek Raghuvanshi
1 Min Read

વાલોડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ડાંગર-શાકભાજી,અનાજ કઠોળ પકવતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય તેમ વ્યાપક નુકશાની થઇ હોવાનું માની શકાય, કમોસમી વરસાદે ખરા અર્થમાં દિવાળી બગાડી એમ કહી શકાયવાલોડ તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી અતિશય ઉકળાટ થતું હોય વરસાદ અંગેની આગાહી કરવામાં આવી હતી, આજરોજ બપોરના અરસામાં વાતવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વાલોડ તાલુકામાં સર્વત્ર વરસાદ તૂટી પડતા ખેતીના પાકો જેવા કે ડાંગર, કઠોળ, શાકભાજી અને શેરડીના વાવેતર પર વ્યાપક નુકશાન પહોચાડ્યું છે.

ખેડુતનો પાક તૈયાર હોય કાપણી કરી હોય અને એ અરસામાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરના ખેતરોમાં પાણી – પાણી થઇ જતા ડાંગર છાપુ પડતા ડાંગર તથા પુળીયાના ભાવમાં ફર્ક પડતાં ખેડુતોના મોઢા પર ગમગીની સ્પષ્ટ નજરે પડી રહી છે, વરસાદ પડતાં ખેડૂત પાકને સાચવવા મરણીયો પ્રયાસ કરવા મથી રહયા હતા, પરંતુ કુદરત સામે લાચાર થઇ ગયો હતો, અને પોતાની નજર સમક્ષ પોતાના માલમાં નુકશાની મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યો હતો, ખેડૂત પાયમાલ થઇ જવાની સ્થિતિમાં મુકાઈ ગયો છે, આ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગો ઉઠી છે.

Exit mobile version