કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 29,457 પર પહોંચ્યો, મૃત્યુઆંક 931 અને કુલ 26,010 રિકવર થયા

By Abhishek Raghuvanshi
1 Min Read
સુરતના કોવિડ સેન્ટરની ફાઈલ તસવીર
  • સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના 133 દર્દીની હાલત ગંભીર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 29,457 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 931 થયો છે. ગત રોજ શહેરમાંથી 182 અને જિલ્લામાંથી 116 મળી 298 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 26,010 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

સિટીમાં કુલ 21,678 અને જિલ્લામાં 7779 કેસ
સુરત સિટીમાં કુલ 21,678 પોઝિટિવ કેસમાં 677ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 7779 કેસ પૈકી 254ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 29,457 કેસમાં 931ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 19,567 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6443 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 17 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 141 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 95 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 74 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 38 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે.

Exit mobile version