કાર્યવાહી:સુરતમાં પાલિકાએ 46 સ્કૂલોમાં મચ્છરના બ્રીડિંગ મળતા 56 હજારનો દંડ વસૂલ્યો

By Abhishek Raghuvanshi
2 Min Read
પાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ મચ્છરજન્ય રોગચાળો વધતો અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
  • પાલિકાએ 603 શાળામાં તપાસ કરી

એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેનાં નિયંત્રણ માટે વીબીસીડીસી વિભાગે હાથ ધરેલી ઝુંબેશમાં કુલ 603 શાળાઓમાં તપાસ કરતાં બ્રીડિંગનો નાશ કરી બેદરકારી દાખવનારી સ્કૂલોને નોટીસ ફટકારાઇ છે. તેમજ સ્કૂલો પાસેથી રૂપિયા 56 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

શાળાઓમાં કાર્યવાહી કરવામાં આવી
પાલિકાની વેક્ટર બોર્ન ડીસીસ (વીસીડીસી) વિભાગની 105 ટીમે ગુરુવારે હાથ ધરેલી ઝુંબેશમા હિલ્સ નર્સરી સ્કૂલ,વી.આઇ.પી. રોડ, ભરથાણા ગામ 10 હજાર, ટાગોર પબ્લિક સ્કૂલ,કેવલ નગર પાસે 5 હજાર, લુડ્ઝ કોન્વેન્ટ સ્કૂલ 2 હજાર, લિંબાયત ઝોન વિસ્તારમાં વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ, ડિંડોલી 3 હજાર, માતૃભૂમિ વિદ્યાસંકુલ, ડિંડોલી 2 હજાર, સનરાઈઝ વિદ્યાલય ડિંડોલી 11 હજાર રૂપિયા, ઉધના ઝોનમાં જીવન વિકાસ સ્કૂલ, રામ નગર-૨ રૂપિયા 2500, ઉધના એકેડેમી ટ્રસ્ટ-રણછોડનગર 2 હજાર, ગુરુકૃપા સ્કૂલ–લક્ષ્મીનગર 1 હજાર, સમિતી સ્કૂલ–પોસ્ટલ સોસાયટી 1 હજારનો દંડ કર્યો છે.

વહીવટી ખર્ચ લેવામાં આવ્યો
વરાછા-એ ઝોનમાં દિવાળી બા વિદ્યાલય નવનિધી વિદ્યાલય સંતોષી નગર 2 હજાર, ધારૂકાવાલા કોલેજ રૂપિયા 1500, નિર્માણ માધ્યમિક શાળા ગાયત્રી સોસા. 1 હજાર, લિટલ ફ્લાવર સ્કૂલ કાપોદ્રા 1 હજાર, વરાછા-બી ઝોનમાં સીવીલાઈઝ મોર્ડન સ્કૂલ 1 હજાર, તપોવન સ્કૂલ 1 હજાર, રાંદેર ઝોનમાંથી ડી.આર. રાણા સ્કૂલ, ગુ.હા.બોર્ડ 1 હજાર, શાંતિનિકેતન સ્કૂલ, વર્ષા સોસા.1 હજાર. આમ કુલ 46 સ્કૂલોને નોટીસ અપાઇ છે અને 56 હજારનો વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો છે.

Exit mobile version