ઉડાન ફોર્થ યોજના:ઉડાન-4માં સુરત-દિવની ફલાઇટ ટર્બો એરલાઇન્સ ઓપરેટ કરશે

By Abhishek Raghuvanshi
2 Min Read
સુરત દિવની ફલાઇટનું ઓપરેશન ટર્બો એરલાઇન્સને સોંપાયું.
  • સુરતથી દિવ 12 કલાકને બદલે 45 મિનિટની સફર, ભાડું 2 હજાર

ઉડાન ફોર્થ યોજના હેઠળ સુરતથી દિવ અને દિવથી સુરતની ફલાઇટ ટર્બો એરલાઇન્સ ઓપરેટ કરનારી છે. આમ, ફલાઇટ શરૂ થયા બાદ સુરત દિવનું 578 કિમીનું અંતર 12ઃ30 કલાકની જગ્યાએ 45 મિનિટમાં પૂર્ણ થઈ જશે અને તે પણ રૂપિયા બે હજારની અંદરમાં થશે.

ઉડાન-4 યોજના હેઠળ સુરતથી દિવ અને દિવથી સુરતનો હવાઇ માર્ગ જાહેર કરયો હતો. તે પછી તે હવાઇ માર્ગ પર ફલાઇટ ઓપરેટ કરવા માટે ટ્રુ જેટની ટર્બો એરલાઇન્સ અને વેન્ચુરા એર કનેક્ટે ભર્યા હતા. તેવામાં જ સોમવારે ટેન્ડર ખોલ્યા બાદ ટ્રુ જેટની ટર્બો એરલાઇન્સે તે હવાઇ માર્ગ અપાયો હતો. સુરત દિવ વચ્ચે 567.7 કિમીનું છે અને ટ્રેન કે પછી બસથી મુસાફરી કરવામાં આવે તો તે અંતર 12ઃ30 કલાકમાં પૂર્ણ થતું હોય છે. તેવામાં જ આગામી દિવસોમાં ફલાઇટ ઓપેરેટ થશે તો તે અંતર પોણો કલાક એટલે કે 45 જ મિનિટમાં પૂર્ણ થઈ જશે. આ સાથે નવા નાના એપ્રેનને મંજૂરી અપાઈ, 4 નાની ફલાઇટ પાર્ક થશે.

વેન્ચુરા એરને વડોદરા-દિવનો હવાઇ માર્ગ મળ્યો
વેન્ચુરા એર કનેક્ટે વડોદરાથી દિવ અને દિવથી વડોદરાનો માર્ગ મળ્યો છે. જોકે, તે હવાઇ માર્ગ પણ 45 મિનિટમાં જ પૂર્ણ થશે અને તેનું પણ ભાડું બે હજારની અંદર હશે. સુરત-દીવનું ટેન્ડર ફળ્યુ ન હતું.

Exit mobile version