હુમલો:સુરતના સચિનમાં 20 દિવસથી ચા વેચનારે ઉધારીના 500 રૂપિયાની માંગ કરતાં પાંચેક શખ્સોએ ઢોર માર માર્યો,CCTV

By Abhishek Raghuvanshi
2 Min Read
રાત્રિના સમયે ચા-નાસ્તો વેચનારને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
  • બાકીમાં પીધેલી ચાની ઉઘરાણી કરતાં જ માર મરાયો

સચિનમાં ચાની લારી ચલાવતા શ્રમજીવીને રામદેવ સહિત 5-6 જેટલા ઈસમોએ જાહેરમાં કપડાં ફાડી ઢોરની જેમ ફટકારી નાખ્યો હતો. CCTVમાં આખી ઘટના કેદ થયા બાદ શ્રમજીવીએ જણાવ્યું હતું કે, 20 દિવસ પહેલા શરૂ કરેલી ચા-નાસ્તાની લારી ઉપર ઉધારી કરનાર રામદેવ પાસે નીકળતા 500 રૂપિયાની ઉઘરાણી કરતા વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત સત્યેનને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

રૂપિયાની જગ્યાએ ગાળો અને માર આપ્યો
સત્યેન સોની (પીડિત)એ જણાવ્યું હતું કે, તેઓ અલ્લાહબાદના રહેવાસી છે અને સચિન સાંઈનાથ સોસાયટી નજીક સત્યમ, શિવમ, સુંદરમના નામે ચા – નાસ્તાનું વેચાણ કરી ચાર બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 20 દિવસ પહેલા જ રોજગારી માટે દુકાન ચાલુ કરી હતી. પરિચિત ગ્રાહકો ઉધાર ચા-નાસ્તો કરી એક-બે દિવસમાં રૂપિયા આપી દેતા હતા. જોકે રામદેવ નામના પરિચિત વ્યક્તિ પાસે બાકી નીકળતા 500ની માંગ કરતા ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ હાથાપાઈ પર આવી જતા સામ સામે મારા મારી થઈ હતી.

CCTVમાં હુમલો કેદ
થોડી જ વારમાં રામદેવે એના માણસો બોલાવી મારી ઉપર હુમલો કરી દીધો હતો. દુકાનમાંથી બહાર કાઢી જાહેરમાં કપડા ફાડી ઢોરની જેમ માર માર્યો હતો. આ બાબતે લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવાર સારવાર માટે સિવિલ લઈ આવ્યો હતો. જ્યાં તેમની સારવાર બાદ પોલીસ ને જાણ કરાઈ હતી. આખી ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસ હુમલાખોરોને શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version