સુરત:બિલ્ડરને ધમકી આપી ફ્લેટ પર ગેરકાયદે કબ્જો જમાવનારા શૈલેષ ભટ્ટની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાંથી ધરપકડ કરી

By Abhishek Raghuvanshi
2 Min Read
બિટકોઈનથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટે વ્યાજના રૂપિયાની ગેરકાયદે ઉઘરાણીમાં હવાલો આપીને બિલ્ડરના ફ્લેટ પર ગેરકાયદે કબ્જો જમાવી ધમકી અપાવી હતી,
  • બિટકોઈન પ્રકરણથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટની ધરપકડ

ક્રાઈમ બ્રાંચ દ્વારા શૈલેષ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આર્મ્સ એક્ટ કેસમાં શૈલેષ ભટ્ટને ઝડપી લેવામાં આવ્યો છે. બિટકોઈન કેસમાં ચર્ચાસ્પદ બનેલો શૈલેષ ભટ્ટ જામીન પર હતો. આ દરમિયાન સરથાણા વિસ્તારમાં બિલ્ડરને આપેલા વ્યાજના રૂપિયાના બદલામાં હવાલો આપીને હથિયારો સાથે માણસો બેસાડી ગેરકાયદેસર રીતે ફ્લેટનો કબ્જો જમાવવાના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે ત્યારે શૈલેષ ભટ્ટ પોલીસના હાથ લાગ્યો છે.

શૈલેષ ભટ્ટે અનિરુધ્ધસિંહ રિબડાને હવાલો આપેલો
શૈલેષ ભટ્ટે સરથાણાના બિલ્ડરને ચાર કરોડ રૂપિયા વ્યાજે આપ્યા હતાં. બિલ્ડર બે ટકાના દરે વ્યાજ સાથે 6 કરોડ ચૂકવ્યા હોવા છતાં શૈલેષ ભટ્ટ બીજા રૂપિયા માંગતો હતો. આ રૂપિયા કઢાવવા માટે શૈલેષ ભટ્ટે ગોંડલ નજીકના રિબડામાં રહેતા અનિરુધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને હવાલો આપ્યો હતો. અનિરૂધ્ધસિંહે પોતાના માણસો મોકલી બિલ્ડરને હથિયારો બતાવી ધમકી આપી હતી. સાથે ફ્લેટ પર કબ્જો જમાવ્યો હતો. આ કેસમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવતાં પોલીસે કબ્જો જમાવનારને ઝડપી લઈને શૈલેષ ભટ્ટ સહિતના સામે ગુનો નોંધ્યો હતો. તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

પોલીસની 10 જેટલી ટીમ આરોપીને પકડવા ગઈ હતી
ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કેસના આરોપીઓને ઝડપી લેવા માટે ટીમો બનાવવામાં આવી છે. જેમાં શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અનિરૂધ્ધ સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમને સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવી છે.

Exit mobile version