ટેકનોલોજી:5 વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું સોલારથી ચાલતું ડ્રાયર

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ખેડૂતોને મદદ થઈ રહે તે માટે 6 મહિનામાં 15 હજારના ખર્ચે તૈયાર કર્યું ડિવાઈસ
  • 1 વર્ષ સુધી સોલાર વિષય પર રિસર્ચ કરી ઈનોવેશન કર્યું

સાશિત કોલેજના મિકેનિકલ એન્જિનિયરના 5 વિદ્યાર્થીઓએ ખેડૂતોને મદદ થઈ રહે તે માટે પાકમાં રહેલા ભેજને કાઢવા સોલાર ડ્રાયર બનાવ્યું છે. આ પ્રોજેકટ હર્ષ પટેલ, દીક્ષિત મોણપરા, હરદીપ પટેલ, નિશિત સુથાર અને વિક્રમ વનારાએ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ પાકને સૂકવવા લાગતા સમયને ઘટાડવાનો છે. આ ડ્રાયર સંપૂર્ણપણે સૌર ઊર્જા પર આધારિત છે જેથી વિજળી અને સમયનો બચાવ કરી શકાય છે.

ઘણા એવાં પાક છે જેને સૂકવવા પડે છે.સામાન્ય વાતાવરણમાં પાકને સુકવતા એકથી બે અઠવાડિયાનો સમય લાગે છે. તેથી અમને વિચાર આવ્યો કે એવું કોઈ મશીન બનાવીએ જેમાં ખર્ચો પણ ઓછો થાય અને સમય ઓછો લાગે. આ ડ્રાયરને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. 1 વર્ષ સુધી રિસર્ચ કરીને બે-ત્રણ દિવસમાં પાકમાંથી ભેજ કાઢવા માટે રૂ.15 હજારના ખર્ચે ડિવાઈસ તૈયાર કર્યું છે.આ ડ્રાયરમાં કઠોળ, દ્રાક્ષ, મરચા વગેરે સુકવી શકાય છે.

ડ્રાયરની મદદથી વિજળી બચાવી શકાય છે.

ડ્રાયરમાં એક પાણીની ટેન્ક મુકવામાં આવી છે. બીજુ સોલાર કોન્સ્ટ્રેટર હોય છે જે પેરાબોલિક હોય છે. એક કોપરની પાઈપ જોડવામાં આવી છે. સાથે એક ફલેટલિક કલેક્ટર મુક્યું છે. સૂર્યપ્રકાશને શોષવા માટે તેને બ્લેક કલર કરાયો છે. જેની અંદર કોપરની પાઈપ દ્વારા પાણી પસાર થશે. હાઈ ટેમ્પરેચર વાળુ પાણી કેબિનમાં કોઈલ હોય તેમાંથી પાસ કરવામાં આવે છે. કોઈલની પાછળ ફેન લગાવવામાં આવ્યા છે. આ રીતે પાકને સુકવી શકાય છે.

- Advertisement -
Exit mobile version