
દેશમાં એક્ટિવ કેસ ઘટવાની ગતિ રવિવારે ધીમી રહી હતી. 24 હજાર 589 નવા કેસ નોંધાયા, 25 હજાર 709 દર્દી સાજા થયા અને 330 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં માત્ર 1460નો ઘટાડો થયો, જે 28 નવેમ્બર પછી સૌથી ઓછા છે. ત્યારે માત્ર 965 એક્ટિવ કેસ ઘટ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 1 કરોડ 56 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 96 લાખ 5 હજાર દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 45 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 3 લાખ 2 હજાર દર્દીની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.
જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની આજે અર્જન્ટ મીટિંગ
બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું પડ્યું છે.
કોરોનાં અપડેટ્સ
- કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે કહ્યું હતું કે મને અંગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈ સપ્તાહમાં વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાશે. આપણે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જોકે આપણી પહેલી પ્રાથમિકતા છે કે વેક્સિન સુરક્ષિત અને ઈફેક્ટિવ રહે. તેની સાથે આપણે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરી શકીએ.
- મહારાષ્ટ્રમાં નવા વર્ષ પર રેસ્ટોરાં માટે જાહેર કરવામાં આવેલા SOPમાં કોઈ પ્રકારના ફેરફાર નહીં કરાય. કેબિનેટ મંત્રી અસલમ શેખે આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે લોકો નવા વર્ષને સેલિબ્રેટ કરે, પણ નિયમોનું પાલન કરીને કરે. ક્યાંય પણ વધુ લોકોને ભેગા થવાની મંજૂરી નહીં હોય.
- કોરોનાના વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં અગામી 6 મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આ જાહેરાત કરી.
પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં રવિવારે 1091 લોકો સંક્રમિત થયા. 1275 લોકો સાજા થયા અને 26 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 6.17 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 5.96 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 10 હજાર 148 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 10 હજાર 277 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે.
2. મધ્યપ્રદેશ
રવિવારે રાજ્યમાં 1069 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 1274 લોકો સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.31 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.16 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 3481 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 11 હજાર 318 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
3.ગુજરાત
રાજ્યમાં રવિવારે 1010 લોકો સંક્રમિત થયા. 1190 લોકો સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.35 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2.19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 4234 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 11 હજાર 840 દર્દીની સારવાર ચાલી રહી છે.
4. રાજસ્થાન
રવિવારે રાજ્યમાં 978 લોકો સંક્રમિત થયા. 1326 લોકો રિકવર થયા અને નવ લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.98 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 2617 લોકોનાં આ મહામારીને લીધે મોત થઈ ચૂક્યાં છે. હાલ 12 હજાર 422 દર્દીની સારવાર ચાલી રહી છે.
5. મહારાષ્ટ્ર
અહીં રવિવારે 3811 દર્દી નોંધાયા. 2064 લોકો સાજા થયા અને 98 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 18.96 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 17.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 48 હજાર 746 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 62 હજાર 743 દર્દીની સારવાર ચાલી રહી છે.