Gujrat
સી પ્લેનની મુસાફરી:અમદાવાદના 9 પ્રવાસીએ કેવડિયાથી કાર ખાલી મોકલી સી પ્લેનની મુસાફરી કરી
કેવડિયાથી અમદાવાદ સુધી પ્રથમ 9 પ્રસાવીએ સીપ્લેનમાં મુસાફરી કરી કેવડિયા અમદાવાદ વચ્ચે સી-પ્લેનના 4 સ્લોટ નક્કી કરાયા, એરોડ્રામથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 10 કિમીના રૂટ પર દર 15 મિનિટે બસ મળશેપ્રવાસીઓ 3 નવેમ્બરથી સી પ્લેનની નિયમિત મુસાફરીનો આનંદ લઇ શકશે સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાને સી-પ્લેનનું લોકાર્પણ કર્યુ હતુ.પીએમ બાદ અમદાવાદના 9 લોકોેએ સી-પ્લેનમાં મુસાફરી કરવાની મજામાણી હતી. જોકે 3 નવેમ્બરથી એસઓયુના તમામ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત થશે.તેથી સામાન્ય નાગરિકો માટે સી-પ્લેનની મુસાફરી કરશે. રવિવારે પ્રથમ ફેરીમાં ક્રરુ મેમ્બર સહિત 6 લોકો આવ્યા હતા. એક જ રૂટ પર સી-પ્લેને ઉડાન ભરી હતી. અમદાવાદથી એસઓયુ માટે આવતા લોકોને કેવડિયા સ્થિત એરોડ્રામની બહારના બસસ્ટોપ પર દર 15 મિનિટે એસી બસ ઉપલબ્ધ હશે. હાલ એરોડ્રામથી એસઓયુ સુધી પહોચવા કોઇ ઓફિસિયલ વાહનની વ્યવસ્થા કરાઇ નથી. એરોડ્રામથી એસઓયુના 10 કિમી જેટલા રૂટ પર ખલવાણીથી એસઓયુ તરફ જતી બસોની સુવિધાનો લાભ લઇ શકશે.વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અમદાવાદના 9 મુસાફરો એસઓયુની મુલાકાતે આવ્યા હતા. પરંતુ એસઓયુના તમામ પ્રોજેક્ટ બંધ હોવાથી તેઓ રવિવારે સી-પ્લેન મારફતે અમદાવાદ પહોચ્યા હતા.હાલ સંખ્યા ઓછી છે પરંતુ 3 નવેમ્બરથી તમામ પ્રવાસન સ્થળો ખુલી રહ્યા છે એટલે ત્યારથી પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળશે।
Abhishek Raghuvanshi November 2, 2020