
- કેવડિયા અમદાવાદ વચ્ચે સી-પ્લેનના 4 સ્લોટ નક્કી કરાયા, એરોડ્રામથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 10 કિમીના રૂટ પર દર 15 મિનિટે બસ મળશે
- પ્રવાસીઓ 3 નવેમ્બરથી સી પ્લેનની નિયમિત મુસાફરીનો આનંદ લઇ શકશે
સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાને સી-પ્લેનનું લોકાર્પણ કર્યુ હતુ.પીએમ બાદ અમદાવાદના 9 લોકોેએ સી-પ્લેનમાં મુસાફરી કરવાની મજામાણી હતી. જોકે 3 નવેમ્બરથી એસઓયુના તમામ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત થશે.તેથી સામાન્ય નાગરિકો માટે સી-પ્લેનની મુસાફરી કરશે. રવિવારે પ્રથમ ફેરીમાં ક્રરુ મેમ્બર સહિત 6 લોકો આવ્યા હતા. એક જ રૂટ પર સી-પ્લેને ઉડાન ભરી હતી. અમદાવાદથી એસઓયુ માટે આવતા લોકોને કેવડિયા સ્થિત એરોડ્રામની બહારના બસસ્ટોપ પર દર 15 મિનિટે એસી બસ ઉપલબ્ધ હશે. હાલ એરોડ્રામથી એસઓયુ સુધી પહોચવા કોઇ ઓફિસિયલ વાહનની વ્યવસ્થા કરાઇ નથી.
એરોડ્રામથી એસઓયુના 10 કિમી જેટલા રૂટ પર ખલવાણીથી એસઓયુ તરફ જતી બસોની સુવિધાનો લાભ લઇ શકશે.વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અમદાવાદના 9 મુસાફરો એસઓયુની મુલાકાતે આવ્યા હતા. પરંતુ એસઓયુના તમામ પ્રોજેક્ટ બંધ હોવાથી તેઓ રવિવારે સી-પ્લેન મારફતે અમદાવાદ પહોચ્યા હતા.હાલ સંખ્યા ઓછી છે પરંતુ 3 નવેમ્બરથી તમામ પ્રવાસન સ્થળો ખુલી રહ્યા છે એટલે ત્યારથી પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળશે। રવિવારે પ્રથમ ફેરીમાં 6 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જયારે કેવડિયા થી અમદાવાદ પરત ફરતા 9 પેસેંજરો એ પ્રથમ ઉડાન ભરી હતી.
ટેન્ટ સિટીમાં રોકાયાં, સી પ્લેનથી SOU જોવાનો લ્હાવો લીધો
અમિત ગુપ્તા અમદાવાદ, સી પ્લેનમાં કેવડિયા થી અમદાવાદ જનાર પ્રથમ પ્રવાસી એ જણાવ્અયુ કે, મે શનિવારે અમદાવાદ થી કેવડિયા કારમાં આવ્યા હતા. ટેન્ટ સિટીમાં રોકાયા, સી પ્લેનની સફરની વાત સાંભળી એટલે ડ્રાઇવરને અમદાવદ મોકલી દીધી અને અમે સી પ્લેનના સફરની મઝા માણી અમદાવાદ પહોચ્યા. બધા પ્રોજેક્ટો બંધ હતા. પણ સી-પ્લેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લ્હાવો લીધો. આ સેવાથી પ્રવાસન ક્ષેત્રે વિકાસમાં વધારો ખશે.
મંગળવારથી ટિકિટ માટે ઓનલાઇન બુકિંગ શરૂ, કેન્સલ કર્યા પર 100 ટકા રિફન્ડ મળશે
3 નવેમ્બરથી ઓફિસિયલી નાગરિકો માટે સી-પ્લેન સર્વિસ શરૂ થઇ જશે. ઓનલાઇનની સાથે રૂબરૂ જઇને ટિકીટ ખરીદવાનું વિકલ્પ પણ છે. બાળકો માટે અડધી ટિકિટ જેવું હાલપુરુ કોઇ ઓપ્શન નથી. તમામની 1,500 રૂપિયા ટિકિટ દર રહેશે. કેવડિયાથી અમદાવાદ શરૂ થયેલા સી-પ્લેનના ચાર સ્લોડમાં બેઠક વ્યવસ્થા અનુસાર બુકિંગ કરાવી શકાશે. એક ફેરીમાં 14 લોકો મુસાફરી કરી શકશે.