
- રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક પર આજના દિવસ પૂરતો પ્રતિબંધ
- રિવરફ્રન્ટના રોડ, RTO સર્કલથી વાડજ સર્કલ તથા વાડજ સ્મશાનગૃહથી આંબેડકરબ્રિજ સુધીનો માર્ગ બંધ
- દેશવિરોધી સંગઠનો, આતંકીઓ અને ભાંગફોડિયા રિમોટ સંચાલિત વિમાન કે સાધનોનો ઉપયોગ ન કરે એટલે ડ્રોન પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી 11:55એ સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ સાબરમતી નદીમાં ઊતર્યા હતા. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવા શરૂ થઈ ગઈ છે. મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ લાદ્યો હતો. એટલું જ નહીં, મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગુ કરાયો હતો. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી હતી. રિવરફ્રન્ટ પર 45 મિનિટ સુધી રોકાયા બાદ પીએમ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થયા હતા.
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી નવા ભારતની પ્રગતિનું તીર્થસ્થળ બન્યું, હવે સ્ટેચ્યૂ જોવા માટે દેશવાસીઓને સી-પ્લેનની સર્વિસનો પણ વિકલ્પ મળશે, દુનિયાના ટુરિઝમ મેપમાં કેવડિયા પોતાની જગ્યા બનાવશે: મોદી


રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વિદાય આપી
પીએમએ વિદાય લીધી ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રોટોકોલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદનાં મેયર બીજલ પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર પાટીલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસવડા આશિષ ભાટિયા વગેરેએ તેમને ભાવભરી વિદાય આપી હતી.





ઝૂંપડપટ્ટીઓ સફેદ પડદાથી ઢંકાઈ
મોદીના આગમનના પગલે રિવરફ્રન્ટ આસપાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવામાં આવી હતી. આજથી રિવરફ્રન્ટમાં સી-પ્લેન સેવા શરૂ થઈ રહી છે ત્યારે સફેદ કપડાંના પડદા બનાવીને =
રિવરફ્રન્ટ પર બર્ડ સ્કેર કેનન ગન્સ
રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લેન સર્વિસ શરૂ થઈ રહી છે. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય એ માટે રિવરફ્રન્ટની બંને બાજુએ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે.

બપોર સુધી કેટલાક રૂટને બંધ કરી દેવાયા
વડાપ્રધાનની આજની મુલાકાતને પગલે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી, સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક રૂટ પર વાહનો બંધ કર્યાં હતાં અને રસ્તા પણ ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને બંધ કર્યા હતા. જ્યારે RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ કરાયો હતો. એ સિવાય વાડજ સ્મશાનગૃહથી આંબેડકરબ્રિજ સુધીનો માર્ગ બંધ કર્યો હતો. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ રૂટ બંધ રહ્યા હતા.
મોદીના ડ્રીમ પ્રોજેક્ટની વધુ વિગત અહીં વાંચો
જાણો સી-પ્લેનની વિશેષતા અને ઇતિહાસ
પ્રવાસીઓને જલસાઃ સી-પ્લેનનું ભાડું ઘટાડાયું
મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેનની આવી તૈયારીઓ
અમદાવાદમાં સી-પ્લેનનું આગમન અને ટેસ્ટિંગ
મોદીના ગૃહરાજ્યમાં સી-પ્લેન શરૂ
અગાઉ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં આવ્યા હતા. ત્યારે રાજ્ય અને દેશના મીડિયામાં તેની ખાસ નોંધ લેવાઈ હતી. ફરીવાર આજે નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં બેઠા હતા. તેમણે સી-પ્લેન સેવાનો પોતાના ગૃહરાજ્યમાં પ્રારંભ કરાવ્યો છે. આ તેમના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે.
રિવરફ્રન્ટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
કચ્છના કંડલા મરીન પોલીસની બોટને અમદાવાદ બે દિવસ અગાઉ લાવવામાં આવી છે. વડાપ્રધાનના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમની સુરક્ષા માટે નદીમાં પેટ્રોલિંગ કરાયું હતું. થ્રી લેયર સિક્યોરિટી રાખવામાં આવી હતી.
15 હજાર કિલો વજન ધરાવતા એન્કર નાખવામાં આવ્યા
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી ગોઠવ્યા બાદ વે-બ્રિજ બનાવાયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાંથી ઊતરીને કાર્યક્રમ સ્થળે ગયા હતા. આ બ્રિજને UAEથી મુંદ્રા બંદરે લાવીને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને એને લગાવી દેવાયો હતો. અમદાવાદના ચંદ્રનગરબ્રિજ પાસે જેટી લગાવવામાં આવી છે. આ સ્થળે 15 હજાર કિલોગ્રામના એન્કર નાખવામાં આવ્યા છે. આ એન્કરને લોખંડની સાંકળથી બાંધીને સાબરમતી નદીમાં જેટી ફ્લોટિંગ બનાવાઈ છે.
102 ટનની એક જેટી છે
એક જેટી 9 મીટર પહોળી અને 24 મીટર લાંબી છે. તમામ જેટીનું વજન 102 ટન છે. કુલ આઠ જેટી લાવવામાં આવી હતી. તેની વ્યવસ્થા કાયમી જાળવવામાં આવશે. જેથી પ્રવાસન હેતુ તેનો ઉપયોગ થઇ શકશે. ફિનલેન્ડની મરીન ટેક ઇન્ડિયા કંપની સી-પ્લેન તૈયાર કરી રહી છે.
રાજ્યમાં અહીં વોટર એરોડ્રામ બનાવાશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)દ્વારા ગુજરાતમાં સી-પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવાશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે એ માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડતી હોય છે. DGCA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજિયાત છે.