Gujrat
શિક્ષણ:બાળકો ટીચર સુધી ન પહોંચી શક્યા તો, શિક્ષણ સમિતીના 11 શિક્ષકો બાળકો સુધી પહોંચી 415 બાળકોને ભણાવે છે
બાળકો ટીચર સુધી ન પહોંચી શક્યા તો, શિક્ષણ સમિતીના 11 શિક્ષકો બાળકો સુધી પહોંચી 415 બાળકોને ભણાવે છેછેલ્લા 25 દિવસથી શિક્ષકો દરરોજ સવારે 8થી 11 દરમિયાન ઘરે ઘરે જઈને વિદ્યાર્થીને 1 કલાક એજ્યુકેશન આપે છે હાલ કોરોનાને કારણે તમામ સ્કુલો બંધ છે ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતીની તારવાડીની કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315ના 11 શિક્ષકો દ્વારા 415 વિદ્યાર્થીઓને ઘરે જઈને ભણાવવામાં આવે છે.




