
- સુરતમાં કોરોનાથી 1001 મોત
19 માર્ચના રોજ સુરતમાં પ્રથમ કોરોનાનો કેસ આવ્યો ત્યાર બાદ 21 માર્ચના રોજ કોરોનાને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું. એ સમયે કોણે વિચાર્યું હતું કે કોરોનાનો કહેર સુરતમાં એક હજાર જીંદગીઓ ભરખી જશે. કોરોનાથી જીવ ગુમાવનારાઓમાં કોઇ પિતા હતું તો કોઇ માતા..ઘણા ઘરો એવા પણ છે જેમણે ઘરના આધારસ્તંભ જ ગુમાવ્યા છે. આ દુખની ઘડીમાં દિવ્ય ભાસ્કર તમામ પૂણ્યશાળી આત્માઓને હરિત શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે. શહેરની 10થી વધુ સંસ્થાઓના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં એક હજાર વડને રોપવામાં આવશે તેમજ જતન કરવાના સંકલ્પ પણ લેવામાં આવશે. જેથી આ કોરaોનાથી જીવ ગુમાવનારાઓની યાદો આપણી વચ્ચે રહે અને તેમના પરિવારજનોને સાંત્વના આપી શકીએ.