
આજથી 3 માસ બાદ સુરતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આવી રહી છે. સુરતમાં તો દિવાળી પહેલા જ ડબગરવાડ અને ભાગળ પર પતંગનો માંજો ઘસવાની શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ માંજાની માંગ બજારમાં દેખાતી નથી છતાં જે ઓર્ડર આવ્યા છે તેને પુરા કરવા અત્યારથી જ માંજો ઘસવાની શરૂઆત કરવા લાગ્યા છે.