
- જ્વેલરી, ઓટોમોબાઈલ્સ તથા ઈલેક્ટ્રોનિક્સમાં ખરીદીનો માહોલ જામ્યો
શહેરના મોટા ભાગના બિઝનેસ સેક્ટરમાં કોરોનાથી સર્જાયેલી મંદીની સ્થિતિ ઝડપથી દૂર થઈ રહી છે. સાથે જ 70 ટકા સુધી માર્કેટ રિકવર થયાનો અગ્રણી ઉદ્યોગકારોનો મત છે. ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં ડિમાન્ડ નીકળી હોવાનો જ્વેલર્સનો મત છે. મોબાઈલ્સ, ટીવી, લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં પણ કરોડોનો વેપાર થતો હોઈ છે. જેમાં પણ સારો માહોલ ખરીદીનો જામ્યો છે. પ્રથમ નોરતે તથા દુર્ગા આઠમ-દશેરાએ વાહનોની મોટા પ્રમાણમાં બુકિંગ જોવા મળતા હોઈ છે. હજુ તો નવરાત્રિને પણ 1 દિવસ બાકી છે. ત્યાં ફોર વ્હીલ્સ સેગ્મેન્ટમાં 75 ટકા જેવું બુકિંગ મળી મળ્યું છે અને 25થી 40 દિવસનું વેઇટિંગ છે.
પાછલા વર્ષની સરખામણીએ 70% માર્કેટમાં ખરીદી થવાનો આશાવાદ
- હાલ માર્કેટ ખૂબ સારું છે, રૂ.5થી 20 હજારના જે નાની સાઈઝના પતલા ડાયમંડ્સ છે, તેના એક્સપોર્ટની સાથે લોકલ માર્કેટમાં ડિમાન્ડ છે. – નાનુ વેકરિયા, પ્રમુખ, SDA
- જ્વેલરી સેક્ટરમાં તહેવારોનો ખાસ માહોલ નથી પરંતુ લગ્નસરાંની ખરીદી છે. 40 ટકા માર્કેટ રિકવર થઈ ચૂક્યું છે. – સલિમ દાગીનાવાલા, પ્રમુખ, સુરત જ્વેલર્સ એસોસિએશન
- 40થી 60 ટકાની ખરીદી તો શરૂ થઈ છે. નવરાત્રિ અને દિવાળીમાં જે ઈલેક્ટ્રોનિક્સ સેગ્મેન્ટમાં ખરીદીનો માહોલ ગત વર્ષ જેવો આવી જશે. – વિકાસ અગ્રવાલ, વેપારી
- ઓટો સેગમેન્ટ સુધરી રહ્યું છે, 75 ટકા જેવું બુકિંગ હેચબેક સેગમેન્ટ્સમાં આવી ગયું છે. સિડાન કે એસયુવીમાં 40થી 50 ટકા બુકિંગ આવી ગયું છે. – હિતેશ ગજ્જર, ઓટો ડિલર
- કાપડ માર્કેટમાં ખરીદીની રોનક છે પરંતુ હજુ પણ માર્કેટ 50 ટકા જ છે. પેમેન્ટ,ટ્રાન્સપોર્ટ યથાવત થાય તો દિવાળી સારી જાય તેવી આશા છે. – મનોજ અગ્રવાલ, પ્રમુખ, ફોસ્ટા