
- સિવિલ અને સ્મીમેરમાં 10 દર્દી વેન્ટિલેટર પર
કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 32,932 થયો છે. મૃત્યુ આંક વધીને 972 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ 29,800 લોકો કોરોનામુક્ત થયા છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ મળીને 2160 એક્ટિવ કેસ છે.
સિવિલ અને સ્મીમેરમાં 10 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 96 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 59 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 41 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 61 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 51 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 33 દર્દીઓ ઓક્સિજન પર છે.
સોશિયલ ડિસ્ટન્સની પ્રતિજ્ઞા લેવાઈ
સુરત ફાયર વિભાગે કોરોનાને લઈ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિમયોની પ્રતિજ્ઞા લીધી છે.કોરોના કાળમાં માસ્ક વગર ઘરની બહાર નિકલીશ નહીં તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી છે.દરેક જગ્યા એ 6 ફૂટ નું અંતર જાળવીશ અને પરિવારની ઈમ્યુનિટી પાવર વધારવા મદદ કરીશ.આજે સુરતમાં તમામ સરકારી કચેરીઓમાં આ પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે.