
- દુકાન ભાડે આપ્યા બાદ અન્યને અપાતા માલિક પહોંચતા બબાલ થઈ
વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલા સૌરભ કોમ્પલેક્સ દુકાન નંબર 4 પર બે પક્ષો વચ્ચે દુકાન ખાલી કરવા અને કરાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં દુકાનમાંથી એસિડ નાંખવામાં આવતાં એક યુવક છાતિ અને મોઢાના ભાગે દાઝી ગયો હતો. જ્યારે મહિલાઓની છેડતી કરવામાં આવી હોવાની એક પક્ષે ફરિયાદ કરી છે જ્યારે સામા પક્ષે દુકાન ખાલી કરાવવા અને વ્યાજના રૂપિયાને લઈને દબાણ કરી હુમલો કરી ધમકી અપાયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એસિડ છાંટી ઈજા પહોંચાડાઈ
મહિલાએ નોંધાલેવી ફરિયાદ મુજબ આરોપી ગિરીશભાઈ બાલુભાઈ ધકાણ તથા ચંદ્રકાંત બાલુભાઈ ધકાણએ તેમની દુકાનનો કબ્જો કર્યો હોવાથી મહિલા તેના પરિવાર સાથે ત્યાં ગઈ ત્યારે આરોપીઓએ ગિરીશ અને ચંદ્રકાંતે ભેગા થઈને મહિલાઓની છેડતી કરી તેઓ સાથે ઝપાઝપી કરી મહિલાના દીકરા તથા તેમની વહુ અને સંબંધી ઉપર એસિડ છાંટ્યું હતું. જેથી તેમને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
દુકાનનો કબ્જો ખાલી કરાવવા મારામારી કર્યાની ફરિયાદ
મહિલાની ફરિયાદ સામે દુકાનદાર ગિરીશભાઈ બાબુભાઈ ધકાણે વરાછા પોલીસ સ્ટેશનમાં કંચન વાઘાણી, દર્શન વાઘાણી, દર્શનના પત્ની ઈશાબેન અને હેતલબેન સામે ફરિયાદી આપી છે. જે મુજબ આ મહિલાઓ તેના સંબંધીઓને લઈને વ્યાજે આપેલ રકમ સામે દુકાનનું લખાણ કરાવી દુકાનનો કબ્જો ખાલી કરવા બાબતે મારમારી કરી હતી. ચંદ્રકાંતભાઈના શરીરે એસિડ છાંટી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ કરાઈ છે. હાલ પોલીસે બન્નેની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.