
ગાંધીનગર મહાનગરપાલિકામાં ગેરરીતિ અને બેદરકારીનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 60 કરોડથી વધીના ખર્ચે 6, 7 અને ગ રોડને સ્માર્ટ રોડ બનાવવાનું કામ ચાલુ થયું છે. ઘ-6થી ચ-6 વચ્ચે એક મહિનાથી સ્માર્ટ રોડ બનાવવાનું શરૂ કરાયું છે અને કામગીરી હજી ચાલુ છે ત્યાં જ તિરોડો પડવા લાગી છે. રોડનું કામ લેનારી એજન્સી દ્વારા સિમેન્ટથી તિરાડો પૂરી દેવાઈ છે. મહત્ત્વનું છે કે સ્માર્ટ રોડ પર ડિઝાઇનર ફૂટપાથ, સાઇકલ ટ્રેક, લેન્ડ સ્કેપિંગ અને સ્ટ્રીટલાઇટની સાથે જરૂર જણાયે વોક-વે ઓવરબ્રિજ પણ બનાવાશે. ઉપરાંત, કોઈ પણ પ્રકારના કૅબલ, પાઇપલાઇન પસાર કરવા માટે ડક્ટ્સ અપાશે. યોજનાનું કામ ચાલુ કરી દેવાયું છે અને ગુણવત્તાની ખાતરી માટે ખાનગી એજન્સીને કામ સોંપાવાનું છે. આ ત્રણેય રોડ પર કુલ 33 કિલોમીટર લાંબો સ્માર્ટ રોડ બનશે.