
પાલિકાએ શહેરભરમાંથી કન્ટેનર હટાવી લેતા કચરાના ઢગલા થવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે રવિવારે આશ્ચર્યજનક કાર્યક્રમ આપતાં કોંગ્રેસના કાર્યકરો કચરાને ટ્રેેકટરમાં ભરીને અઠવા ઝોન કચેરી લઇ ગયા હતા. જ્યાં ઉમરા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.