
- હાથરસ ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલાં રાહુલ-પ્રિયંકાને પોલીસે ગુરુવારે ઝડપી લીધાં હતાં
- ધક્કામુક્કી કરવામાં પડી જવાથી રાહુલને હાથમાં ઈજા પહોંચી હતી, પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો
હાથરસ અંગે રાજકારણ અટકવાનું નામ નથી લઈ રહ્યું.પોલીસ ન તો વિપક્ષના નેતાઓને પીડિત પરિવારને મળવા દે છે અને ન તો મીડિયાને એન્ટ્રી આપવામાં આવી રહી છે. ગામની સરહદ પર પોલીસે બેરિકેડ લગાવી રાખ્યા છે. આ વચ્ચે પોલીસે બપોરે 3.50 વાગ્યે સ્પષ્ટતા કરી છે. એક અધિકારીએ કહ્યું કે, મીડિયાને SITની તપાસ સુધી રોકવામાં આવી છે. જેવી જ તપાસ પુરી થશે, મીડિયાને પીડિતના ગામમાં જવાની મંજૂરી મળી જશે
પોલીસે તૃણમૂલ સાંસદને ધક્કો મારીને પાડ્યા
આ પહેલા પીડિતાના પરિવારને મળવા જીદે ચડેલા TMC સાંસદો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ છે. આ દરમિયાન TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન પડી ગયા છે. પોલીસે TMC પ્રતિનિધિમંડળના ગામમાં અંદર જઈ રહ્યા ત્યારે તેમને અટકાવ્યા છે.
હાથરસના ડીએમનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવારજનોને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. આ મામલાના સામે આવ્યા પછી કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યોગીસરકારની ઝાટકણી કાઢી હતી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે પીડિતાના ગામે જવા માટે રોકવામાં કેમ આવે છે.
તૃણમૂલની નેતા મમતા ઠાકુરે કહ્યું કે, મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને અમારી સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીચાર્જ કર્યો, તે નીચે પડી ગઈ હતી. ફિમેલ પોલીસના હોવા છતાં મેઈલ પોલીસે અમારી સાંસદને હાથ લગાવ્યો, આ શરમજનક વાત છે.
ગામની બહાર રસ્સાકસ્સીનો માહોલ TMCના સાંસદો અને પોલીસકર્મીઓ વચ્ચે સર્જાયો છે. આખા ગામ પર કડક પહેરો છે, મીડિયાને ગામની બહાર રોકી દેવાયું છે. SITની ટીમ ઘટનાસ્થળે હાજર છે. પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા TMC સાંસદોને પોલીસે ગામની બહાર અટકાવી દીધા છે. સાંસદોના આ પ્રતિનિધિમંડળમાં TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન પણ છે. હાથરસ ગેંગરેપના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઊતરી ગયા છે અને સરકાર વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા છે.
હાથરસ કેસ પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આવતીકાલે, એટલે કે 3 ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે. આ દરમિયાન રામદાસ અઠાવલે મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરશે.
પીડિત પરિવારે CBI તપાસની માગ કરી છે
એક વિડિયોમાં હાથરસના DM પ્રવીણ લક્ષકાર પીડિત પરિવારને એવું કહેતા જોવા મળ્યા કે મીડિયા આજે અહીંયા છે, કાલે નહીં હોય. તમે સરકારની વાત માની લો. આ વીડિયો વાઈરલ થયા પછી પરિવારના એક પણ સભ્યને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી. મૃતક યુવતીના પિતાએ CBI તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યુપી પોલીસ પર હવે વિશ્વાસ કરી ન શકાય, અમને મીડિયાકર્મીઓને મળવા દેવાતા નથી. ઘરેથી નીકળવા પર પણ 10 પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે.
પોલીસે પીડિત પરિવારના ફોન છીનવ્યા
પરિવારનો એક બાળક કોઈ પ્રકારે બહાર નીકળી આવ્યો અને મીડિયાને જણાવ્યું કે, તમામના ફોન છીનવી લીધા છે. બાળકે કહ્યું કે, ઘરના લોકો તમને મળવા માંગે છે, પણ તેમને રોકી રાખ્યા છે. ત્યારપછી પોલીસે બાળકને ત્યાંથી ભગાડી દીધો.
ગામના લોકોએ કહ્યું- અમારી સાથે ગુનેગાર જેવું વર્તન થઈ રહ્યું છે
તો આ તરફ પોલીસે હાથરસ જિલ્લામાં કલમ-144 લગાવવાની સાથે જ પીડિતના ગામમાં નાકાબંધી કરી દીધી છે. આખા ગામને છાવણી બનાવી દીધી છે. ગામના લોકોને પણ આઈડી બતાવ્યા પછી એન્ટ્રી આપવામાં આવી રહી છે. પોલીસ અને પ્રશાસનના આ વલણથી લોકો નારાજ છે. તેમનું કહેવું છે કે પોતાના જ ગામમાં અમારી સાથે ગુનેગાર જેવું વર્તન થઈ રહ્યું છે.

રાહુલ-પ્રિયંકાને યુપી પોલીસે 4 કલાક કસ્ટડીમાં રાખ્યાં હતાં
રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુરુવારે ગેંગરેપ પીડિતના પરિવારને મળવા માંગતા હતા. પણ ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને અટકાવી દેવાયો હતો. તે કારથી ઉતરીને પગપાળા જ આગળ વધવા લાગ્યા. લગભગ અઢી કિમી ચાલ્યા હતા કે, ઈકોટેક-1 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ-પ્રિયંકાની ધરપકડ કરી લેવાઈ. આ દરમિયાન પોલીસકર્મીઓએ રાહુલનો કોલર પકડ્યો હતો. ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા હતા.રાહુલ-પ્રિયંકાને પોલીસે 4 કલાક પછી છોડ્યાં.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ માગ કરી કે યુપી સરકાર મહિલાઓને શસ્ત્ર-લાઈસન્સ આપવાની જાહેરાત કરે. મહિલાઓ દ્વારા શસ્ત્ર-લાઈસન્સની અરજી કરવા પર 10 દિવસની અંદર એ અપાવવાનું કાર્ય કરે, ભાજપ સરકારમાં દીકરીઓ બચશે નહીં, સળગશે. હવે દીકરીઓએ પોતાની સુરક્ષા જાતે કરવી પડશે. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે લખનઉ હાઈકોર્ટનો એક મજબૂત અને ઉત્સાહજનક આદેશ આવ્યો છે. આખો દેશ હાથરસ દુષ્કર્મ પીડિતા માટે ન્યાયની માગ કરી રહ્યો છે. યુપી સરકાર દ્વારા તેમના પરિવાર સાથે કરવામાં આવેલા અમાનવીય અને અન્યાયપૂર્ણ વ્યવહાર વચ્ચે હાઈકોર્ટનો આદેશ આશાનું કિરણ છે.
મહિલા વકીલ સાથે પણ ઓફિસરની ટક્કર થઈ હતી
આ વચ્ચે હાથરસ પીડિતા ઘરે જઈ રહેલી નિર્ભયાકેસની વકીલ સીમા કુશવાહાના ગામની બહાર પોલીસ બેરિકેડિંગ પર ADM સાથે ટક્કરનો વિડિયો સામે આવ્યો છે. તહેનાતી વચ્ચે સીમા કુશવાહાએ ADMને કહી દીધું કે તારા જેવા લોકોને કારણે રેપ થાય છે. સીમા કુશવાહાએ કહ્યું હતું કે હાથરસની દીકરીને પોલીસે પેટ્રોલ નાખીને સળગાવી છે.